Morbi-Honarat-39th Anniversary | મોરબી જળ હોનારતની આજે 39મી વરસી: માનવ ભૂલ કે કુદરતી આપદા મોરબીવાસી હજુ પણ અજાણ

//Morbi-Honarat-39th Anniversary | મોરબી જળ હોનારતની આજે 39મી વરસી: માનવ ભૂલ કે કુદરતી આપદા મોરબીવાસી હજુ પણ અજાણ

Morbi-Honarat-39th Anniversary | મોરબી જળ હોનારતની આજે 39મી વરસી: માનવ ભૂલ કે કુદરતી આપદા મોરબીવાસી હજુ પણ અજાણ

મોરબી: ઓધોગિક નગરી મોરબી આજે વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે પણ ભૂતકાળમાં કુદરતી આપદાઓએ આ શહેરને શ્મશાનભૂમિ બનાવવામાં કઈ બાકી રાખ્યું નથી. ભૂકંપ હોય કે જળ હોનારત હોય મોરબીમાં બન્ને આફતે ઘણા સ્વજનોને ગુમાવ્યા છે. ખાસ કરીને 11 ઓગસ્ટ 1979ની તારીખ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકવાના નથી એ ગોજારા દિવસે જીવન રૂપી જળે મોરબી વાસીઓનાં જે રીતે જીવ લીધા એ ઘટના આજે પણ ભલભલાના કાળજા કંપાવી નાખે છે. કલાકોમાં નામોનિશાન મિટાવી દેનાર આ હોનારતની આજે 39મી વરસી છે.

11 ઓગસ્ટના મોરબી અમુક કલાકમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું

સૌથી મોટી કરુણતા એ છે કે આટલી મોટી વિપદા કુદરતી હતી કે માનવીય ભૂલ તે સાચા કારણથી મોરબીવાસીઓ આજે પણ અજાણ છે. જળ હોનારતના 39 વર્ષ થવા છતાં આજે પણ મોરબીવાસીઓના માનસપટ્ટમાં એ કાળનો દિવસ સામે આવી જાય છે. 11 ઓગસ્ટના સવારે જે સામાન્ય જનજીવન લાગતું હતું તે અમુક કલાકમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું. મચ્છુ-2 ડેમમાં નવાગામ તરફના માટીના પાર તૂટવાને કારણે ડેમમાં રહેલું પાણી આસપાસનાં ગામને પોતાની ઝપટમાં લેતા લેતા મોરબી તરફ આવ્યું અને મોરબી વાસીઓ કઈ વિચારે તે પહેલા શહેરીજનોને ૨૫થી ૩૦ ફૂટ ઉચા પાણીના મોજા મોરબીવાસીઓ પર ફરી વળ્યા.

હજારોની સંખ્યામાં માણસો અને પશુઓના ભોગ લીધા

આ ઘટનામાં હજારોની સંખ્યામાં માણસો અને પશુઓના ભોગ લીધા હતા. મોરબીમાંએ પુરના પાણી કલાકોમા ઓસરી ગયા પણ હૃદયનાએ ઘા હજુ પણ એમને એમ છે. એ કાળે કોઈના માતા-પિતા તો કોઈના સંતાન, કોઈના ભાઈ બહેન તો કોઈના સ્વજનને છીનવી લીધા. કેટલાય એવા પરિવાર હતા જેના તમામ સભ્ય આ આપદાએ છીનવી લીધા છે. આ લોકોની પીડા પર હજુ કોઈ મલમ લગાવી શક્યા નથી.

11 ઓગસ્ટે શું બન્યું હતું

10 `ઓગસ્ટની રાત્રીના મોરબીમાં ૨૫ ઈચ વરસાદ ખાબક્યો હતો તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા પણ લાઈટ ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો પણ સફળ ન થયા અને ગામના યુવાનો પણ પાણી જોઈ ભાગી ગયા. પાણી સતત વધતા બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તુટ્યો અને પાણી પ્રથમ લીલાપરને પોતાની ઝપટમાં લીધું અને બાદમાં મોરબી તરફ ધસમસતું આવી ગયું અને મોરબી વાસીઓને પણ પોતાની ઝપટમાં લીધુ. આ હોનારતમાં 6158 મકાન, 1800 ઝુપડા સાવ નાશ પામ્યા તો 3900 જેટલા મકાનને નુક્શાન થયું હતુ. સરકારી આંકડા મુજબ 1439 માનવ અને 12,849 પશુઓના જીવ ગયા હતા.

2018-08-11T10:04:22+00:00 August 11th, 2018|Categories: Uncategorized|